દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા હેડ કોન્સ્ટેબલ જીવણભાઈ ગોજીયા તથા જગદીશભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે મૂળ રાજકોટની અને હાલ ઓખાના ભૂંગા વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતી હસીનાબેન કરીમશા અબ્દુલશા સામદીયા (શાહમદાર) નામની 40 વર્ષની મહિલાના ઘરમાં છુપાવીને રાખવામાં આવેલો બે કિલો 959 ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 29,590 ની કિંમતનો ગાંજો કબજે કરી, આ મહિલા સામે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી, તેનો કબજો આગળની તપાસ અર્થે સ્થાનિક પોલીસને સોંપ્યો છે.