Monday, December 23, 2024
Homeબિઝનેસસરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી શકયતાએ ભારતીય...

સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૫.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૪૯૫૮૦.૭૩ સામે ૪૯૯૮૬.૬૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૯૯૫૯.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૪.૦૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૧૨.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૧૯૩.૩૩ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૫૨.૧૦ સામે ૧૫૦૮૦.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૦૭૨.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૨.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮.૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૧૫૧.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. દેશના માથે કોરોનાની બીજી અત્યંત ઘાતક લહેર ચાલી રહી છે, એવામાં હવે કુદરત કોપાયમાન થઈ વિનાશક વાવાઝોડાની આફતરૂપી મહા સંકટમાં ઘેરાઈ ગયો હોવા છતાં ભારતીય શેરબજારોમાં વિપરીત ચાલે આજે ફંડો, મહારથીઓએ શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન મચાવી દીધું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો દ્વારા શેરોમાં મોટાપાયે ફરી ખરીદી કરીને સેન્સેક્સે ૫૦૦૦૦ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૫૦૦૦ પોઈન્ટની સપાટી કુદવી હતી.

- Advertisement -

દેશના માથે આવી પડેલા આ મહાસંકટની સાથે હવે કેન્દ્ર સરકાર દ્વારા ફરી મેગા સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરવામાં આવે એવી પૂરી શકયતાએ આજે સતત બીજા દિવસે ફંડોએ ઓટો શેરોની આગેવાનીમાં તોફાની તેજી કરી હતી. ઇન્ડેક્સ બેઝડ તોફાની તેજી સાથે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સ્મોલ, મિડ કેપ શેરોમાં વ્યાપક ખરીદીકરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૮૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૮% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી અને ટેલિકોમ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૫૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૪૪ અને વધનારની સંખ્યા ૧૯૪૬ રહી હતી, ૧૬૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કોરોના મહામારીના બીજા તબક્કામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સંક્રમણમાં વધારો થતા વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉન સહિતના અન્ય પ્રતિબંધો અમલી બનાવાતા ભારતીય અર્થતંત્ર તો પુનઃ ખોરવાઈ જવા પામ્યું છે. તેની સાથોસાથ મહામારી વકરતા વૈશ્વિક અર્થતંત્ર પર પણ આગામી સમયમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળશે તેમ આર્થિક નિષ્ણાંતોનું માનવું છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વિશ્વના આર્થિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપે છે. ભારતમાં સંક્રમણમાં વધારો ન થાય તે માટે વિશ્વના અંદાજીત ૪૦ દેશો ભારતને મદદ કરી રહ્યા છે. આ મદદ પાછળનો મુખ્ય આશય ભારત આ કટોકટીમાંથી ઉગરી જાય તે રહેલો છે. મહામારીના પગલે ભારતમાં ઉદ્ભવેલું સંકટ એ માત્ર આરોગ્ય ક્ષેત્રનું જ સંકટ નહીં બલ્કે વૈશ્વિક અર્થતંત્ર સામે સંકટ ઊભું કરશે.

ભારતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજો સૌથી મોટો અને મૂલ્યના સંદર્ભમાં ૧૧મો સૌથી મોટો છે. તે વૈશ્વિક સ્તરે નિકાસ કરેલી કુલ દવાઓના ૩.૫% અને જેનરિક દવાઓના વૈશ્વિક નિકાસના આશરે ૨૦% યોગદાન આપે છે. જો આ નિકાસ રૂંધાશે તો વિશ્વવ્યાપી આરોગ્યસંભાળ માટેના તમામ પ્રકારના પરિણામો પ્રતિકૂળ બની રહેશે. વર્તમાન પરિસ્થિતિમાં, ભારત વિશ્વની ૭૦% રસી પેદા કરે છે. જો આ રસીની નિકાસ રૂંધાશે તો પણ તેની વૈશ્વિક અર્થતંત્ર પર અસર થશે.

તા.૧૯.૦૫.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૮.૦૫.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૫૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૨૩૨ પોઈન્ટના પ્રથમ અને ૧૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૦૮૮ પોઈન્ટ થી ૧૫૦૦૮ પોઈન્ટ ૧૪૯૭૯ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૮.૦૫.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૦૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૩૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૧૭૦ પોઈન્ટ થી ૩૪૩૪૦ પોઈન્ટ, ૩૪૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૪૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૭૬૪ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૮૮ થી રૂ.૧૭૦૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૬૩ થી રૂ.૧૩૭૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઇન્ડસઇન્ડ બેન્ક ( ૯૮૦ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૨૦ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ થી રૂ.૧૦૦૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • અદાણી પોર્ટ્સ ( ૭૮૪ ) :- મરીન પોર્ટ અને સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વિપ્રો લિ. ( ૫૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૯૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૨૨ થી રૂ.૫૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૧૮૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમર્શિયલ વિહિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૭૦ થી રૂ.૧૧૫૫ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૧૨ ) :- રૂ.૧૦૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૭ થી રૂ.૯૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૯૧ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૭૩ થી રૂ.૮૬૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • JSW સ્ટીલ ( ૭૧૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન અને સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૬૪૩ ) :- ૬૬૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૭૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૩૦ થી રૂ.૬૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૮૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular