Monday, December 8, 2025
Homeરાજ્યગુજરાતહોળીના પવનની દિશા પશ્ચિમ વાયવ્ય : એકંદરે ચોમાસુ સારુ રહેશે

હોળીના પવનની દિશા પશ્ચિમ વાયવ્ય : એકંદરે ચોમાસુ સારુ રહેશે

કુદરતી આફતો ચક્રવાતોનું પ્રમાણ રહેશે : આંધી, વંટોળ, ચક્રવાત રહેશે

હોળી એ રંગોનો તહેવાર તો છે જ પરંતુ સાથે સાથે આસ્થા અને શ્રધ્ધાનો તહેવાર પણ છે. ઉનાળાની ઋતુ આવતા આ મુખ્ય તહેવાર પરથી આખા વર્ષનો તાગ મેળવી શકાય છે.

- Advertisement -

કહેવાય છે કે, હોળી પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાની દીશા પરથી આવનારું વર્ષ અને ચોમાસુ કેવું રહેશે તેની જાણ થતી હોય છે. આ વર્ષે ગાંધીનગરમાં પાલજ મુકામે મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. જે પવનની દિશા જોતા પવન વાયવ્ય તરફથી આવી રહ્યો હતો. વાયવ્ય પશ્ર્ચિમના પવનના લીધે આ વખતે ચોમાસુ એકંદરે સારું રહેશે.

સાથે સાથે આ વર્ષે આંધી, વંટોળ અને બંગાળના ઉપસાગર અરબ સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ પણ જોવા મળશે. આમ, જોઇએ તો આ વર્ષે હોળીના દિવસે જ ગુજરાતના અમુક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડયો હતો. આમ ઘણી વખત એકાએક વરસાદ આવી જતો હોવાથી વધુ વરસાદ પડયા પછી વચ્ચમાં થોડું અંતર રહેતું હોય છે. તેવું જાણકાર આંબાલાલ દા. પટેલે જણાવ્યું હતું.

- Advertisement -

અખાત્રીજના પરોઢીયાનો પવન જોવાનો હોય છે. આમ અષાઢ સુદ પૂનમનો પવન વાયુ ચક્ર માટે જોવામાં આવતો હોય છે.

હોળી પ્રગટાવતી વખતે પવનનું અથડાવવું, પવન ચડી આવવો, વીજ પ્રયાત થવો, સાયંકાળે આ મુહુર્ત સારું ગણાતું નથી. આ વખતે વરસાદના છાટા અને ઘુમરિયો લેતો પવન આવ્યો હતો. વળી પવનની ઝાળ સીધી ઉપર ગઈ નથી એટલે રાજકર્તાઓ માટે અશુભકારી નથી પરંતુ સૂર્યકાળના પવન અથડાવું, વીજળીનો પ્રયાત થવો આ ચિન્હો કઇંક અજુગતુ સૂચવે છે.

- Advertisement -

માર્ચ માસમાં અવાર-નવાર હવામાનમાં પલટો આવતો હોવાથી ખેડૂત ભાઈઓને જન ધનને આ વખતે સાવચેતી દાખવવી જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular