Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોરોના મૃતકોના પરિજનોને સહાય મળશે ?, જાણો શુ કહ્યું સુપ્રીમ કોર્ટે

કોરોના મૃતકોના પરિજનોને સહાય મળશે ?, જાણો શુ કહ્યું સુપ્રીમ કોર્ટે

- Advertisement -

દેશમાં કોરોનાથી થયેલ મૃત્યુને લઇને સુપ્રીમ કોર્ટે  આજે રોજ કેન્દ્ર સરકારને કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિજનોને વળતર આપવાના નિર્દેશ આપ્યા છે. તેમજ NDMA ને છ અઠવાડિયાની અંદર પ્રત્યેક કોવિડ પીડિતને ચૂકવવામાં આવનારી સહાયતાની રકમ નિર્ધારિત કરવાના દિશાનિર્દેશ જાહેર કરવા આદેશ આપ્યા છે.

- Advertisement -

સુપ્રીમ કોર્ટે બુધવારે કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાના મામલે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, કોવિડથી મૃત્યુ પામેલા લોકોના પરિવારોને કેન્દ્ર સરકારે વળતર આપવું જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે કોરોનાથી થયેલ મૃત્યુમાં 4લાખની સહાય તો ન આપી શકાય. પરંતુ NDMA (National Disaster Management Authority) ને એક પદ્ધતિ તૈયાર કરીને વળતરની રકમ નક્કી કરવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે ડેથ સર્ટિફિકેટ ઉપર મોતનું કારણ કોરોના અને મોતનો દિવસ લખવાનો રહેશે. સરકાર છ મહિનામાં તેના પર ગાઈડલાઈન બનાવશે. જે લોકોને ડેથ સર્ટિફિકેટ મળી ગયું છે અને તેમને તેના પર આપત્તિ છે તો સરકાર તેના પર ફરીથી વિચારશે. આ માટે સરકાર એવા લોકોને ફરિયાદનો વિકલ્પ આપશે જેથી કરીને ડેથ સર્ટિફિકેટ ફરીથી આપી શકાય. 

- Advertisement -

આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરી હતી કે કોવિડ -19 ના પીડિતોને પ્રત્યેક 4 લાખ રૂપિયાનું વળતર આપી શકાતું નથી, કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ફક્ત ભુકંપ, પૂર વગેરે કુદરતી આફતો માટે વળતરની જોગવાઈ કરે છે. સરકારે વધુમાં કહ્યું કે જો એક રોગને લીધે મૃત્યુ પર વળતરની રકમ આપવામાં આવે છે અને બીજાને નહીં, તો તે સંપૂર્ણપણે ખોટું હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular