જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં સાસરીયામાં રહેવું ગમતું ન હોવાથી યુવતી અને તેણીના પિતાએ પતિ અને સાસુ સાથે બોલાચાલી કરી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ જામનગર શહેરના ખોડિયાર કોલોની 80 ફુટ પાસે આવેલા ગ્રીન રેસીડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતાં મંજુબેન મનોજસિંહ રાણા નામના મહિલાના પુત્ર બ્રિજરાજસિંહની પત્ની સુરભીબેનને તેણીના સાસરિયામાં રહેવું ગમતું ન હોવાથી નાની નાની વાતોમાં બોલાચાલી કરી ઝઘડો કરતી હતી. તેમજ ગત તા.4 મે ના રોજ સુરભીબેન તથા તેણીના પિતા નવલરામ (રાજસ્થાન) નામના બંનેએ સુરભીબેનના સાસુ મંજુબેન અને પત્નિ બ્રીજરાજસિંહ સાથે બોલાચાલી કરી ઝઘડો કરી મારામારી કરી હતી અને ગાળો કાઢી માતા અને પુત્રને પતાવી દેવાની ધમકી આપી જોઇ લેશું તેમ કહી જતા રહ્યા હતાં. ત્યારબાદ મંજુબેન દ્વારા આ બનાવની જાણ કરાતા એએસઆઇ એફ.જી.દલ તથા સ્ટાફે યુવતી અને તેણીના પિતા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.