જામનગરના હાપામાં રહેતા રેલ્વેકર્મચારીની પત્નીએ શનિવારના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર નજીક આવેલા હાપામાં શિવશકિત સોસાયટીમાં રહેતા બિહારના વતની સોનુકુમાર સુરેન્દ્રપ્રસાદ નામના રેલ્વે કર્મચારીની પત્નિ પ્રિયંકાકુમારી ઉર્ફે મુન્તી કુર્મી (ઉ.વ.26) નામની યુવતીએ શનિવારે સવારના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવ અંગેની મૃતકના પતિ સોનુકુમારે જાણ કરતાં એએસઆઇ એ.બી.સપીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગરના હાપામાં રેલ્વે કર્મચારીની પત્નિની આત્મહત્યા
શનિવારે ગળેફાંસો ખાઇ જીંદગી ટુંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી