જામનગર શહેરના સેનાનગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાનની પત્ની તેના ઘરેથી ચાલી જતા પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ સેનાનગરમાં હેપ્પી સ્કુલની બાજુમાં રહેતાં અમિતભાઇ આશિષભાઈ પીરાણી નામના વેપારી યુવાનની પત્ની શિફાબેન પીરાણી (ઉ.વ.22) નામની યુવતી ગત તા.1 જાન્યુઆરીના રોજ 9 વાગ્યાના અરસામાં ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઇ હતી. લાપતા થયેલી શિફાબેનની શોધખોળ કરતાં કોઇ પતો મળ્યો ન હતો. જેથી યુવતીના પતિએ સિટી સી ડીવીઝનમાં જાણ કરી હતી જેના આધારે એએસઆઈ એ જે સિહલા તથા સ્ટાફે યુવતીની શોધખોળ આરંભી હતી.