કાલાવડ તાલુકાના અરલા ગામે રહેતી 35 વર્ષની પરિણીત મહિલાએ અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતી રીઝવાનાબેન અજીતભાઈ વીરપરીયા નામની 35 વર્ષની પરિણીત મહિલાએ તા.17 એપ્રિલના રોજ પોતાના ઘરેથી બહાર જાજરુ કરવા ગયા બાદ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીએ ઘરે આવી તેના પતિ અજીતભાઈને ઝેરી દવા પી લીધી હોવાનું જણાવતા તેને સૌપ્રથમ કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.