Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં કોરોનાગ્રસ્ત વૃદ્ધના મોત બાદ પત્ની અને બે પુત્રોનો સામૂહિત આપઘાતથી અરેરાટી

દ્વારકામાં કોરોનાગ્રસ્ત વૃદ્ધના મોત બાદ પત્ની અને બે પુત્રોનો સામૂહિત આપઘાતથી અરેરાટી

કોરોનાગ્રસ્ત વૃદ્ધનું ગઇકાલે મૃત્યુ : અંતિમ ક્રિયા બાદ આઘાતમાં પત્ની અને બે પુત્રોએ દવા ગટગટાવી : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં રહેતા એક પરિવારનો માળો એક રાતમાં વીખાઈ ગયો હતો. આ જૈન પરિવારના વયોવૃદ્ધ વડિલ કોરોનાના કારણે અવસાન પામતા તેના દુ:ખમાં તેમના ધર્મપત્ની તથા બે પુત્રોએ આજરોજ સવારે ઝેર ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

- Advertisement -

અતિ અરેરાટી જનક આ બનાવને વિગત મુજબ દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છૂટક ફરસાણ અંગેના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જશવંતભાઈ જૈન (ઉ.વ. 60) નામના વર્ષીય વૃદ્ધ બે દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા. જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ મોભી જયેશભાઈએ ગત રાત્રીના આશરે દોઢેક વાગ્યે અંતિમ શ્વાસ ખેંચતા સવારે તેમના પરિવારજનો દ્વારા જયેશભાઈની અંતિમ વિધિ કરવામાં આવી હતી. મૃતકના ધર્મપત્ની સાધનાબેન (ઉ.વ. 57) તથા પુત્ર દુર્ગેશભાઈ (ઉ.વ. 35) અને પુત્ર કમલેશભાઈ (ઉ.વ. 39) દ્વારા આજરોજ સવારે તેમના અગ્નિદાહની વિધિ સંપન્ન કર્યા બાદ સવારે આશરે સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યા હતા.

આ પછી બંધ રહેલા મકાનમાં નિત્યક્રમ મુજબ દૂધ દેવા માટે દૂધવાળાએ ઘર ખોલ્યું ત્યારે તેમને આ સ્થળે ત્રણ મૃતદેહ પડયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ત્રણેય મૃતદેહ જયેશભાઈના ધર્મપત્ની સાધનાબેન, તથા દુર્ગેશભાઈ અને કમલેશભાઈના હોવાનું જાહેર થયું હતું. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા દ્વારકાના પી.આઈ. જી.આર. ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પર જોતા આ ત્રણે વ્યક્તિઓએ ઘરના મોભીના અવસાનથી વ્યથિત થઈ અને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પોલીસે આ ત્રણેય પરિવારજનોના મૃતદેહનો કબ્જો મેળવી અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૂળ સાવરકુંડલાના રહીશ અને હાલ દ્વારકામાં ભાડાના મકાનમાં રહેતા જયેશભાઈનો પરિવાર અગાઉ બસ સ્ટેન્ડ પાસે ફરસાણ અંગેની દુકાન ધરાવતા હતા. જે લોક ડાઉન દરમિયાન બંધ થઇ જતાં તેઓ ઘરમાંથી ફરસાણ- રસોઈ અંગેનો વ્યવસાય કરતા હતા. તેમના અન્ય પરિવારજનો નાસિક તરફ પણ રહેતા હોવાનું પણ જાણવા મળેલ છે. આ કરુણ બનાવે સમગ્ર દ્વારકા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular