Wednesday, December 18, 2024
Homeરાષ્ટ્રીયએલઓસી પર ઇતના સન્નાટા કયું હૈ? ભાઇ…

એલઓસી પર ઇતના સન્નાટા કયું હૈ? ભાઇ…

- Advertisement -

પાકિસ્તાન ભારતની વિરૂદ્ધ ફરી કોઇ મોટા કાવતરાની ફિરાકમાં છે. તે પૂંચ જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈન્યના જવાનોની સંખ્યા વધારવા લાગ્યું છે. આ વિસ્તારના ગામડાઓને પાકિસ્તાન ખાલી કરાવી રહ્યું છે. અને મોટી સંખ્યામાં સૈન્ય તૈનાત કરવા લાગ્યું છે.

- Advertisement -

પાકિસ્તાન સૈન્યની આ કાર્યવાહીને કારણે ભારતીય સૈન્ય પણ સતર્ક થઇ ગયું છે અને સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારાઇ રહી છે. પૂંચ જિલ્લાના ખાડી કરમાડા અને દેવગાર સેક્ટરમાં સરહદ પાર પાકિસ્તાની વિસ્તારોમાં તોલી પીરમાં અનેક દિવસોથી પાકિસ્તાની સૈન્ય તરફથી મોટા પ્રમાણમાં હલચલ ચાલી રહી છે. એલઓસી નજીક સૈન્યનો જમાવડો અને આધુનિક હિથયારો એકઠા કરી રહ્યું છે.

આ કામમાં હેલિકોપ્ટર અને બુલેટ પ્રૂફ ગાડીઓની પણ મદદ લઇ રહ્યું છે. જ્યારે તોલી પીર વિસ્તાર નજીક ગામમાં ગ્રામવાસીઓને બળજબરીથી ખાલી કરવા માટે દબાણ કરાવાઇ રહ્યું છે. અહીં રહેતા લોકોને અન્ય ગામોમાં મોકલી દેવામાં આવ્યા છે.

- Advertisement -

સૃથાનિક ગ્રામવાસીઓને એવી જાણકારી આપવામાં આવી છે કે યુદ્ધાભ્યાસ માટે આ વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જોકે આ માત્ર બહાનું હોઇ શકે છે, વાસ્તવમાં પાકિસ્તાન આ વિસ્તારમા ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યું છે.

જે લોકો આ ગામો ખાલી કરવાની ના પાડી રહ્યા છે તેમને બળજબરીથી ખાલી કરાવાઇ રહ્યા છે. જ્યાં સુધી નવા આદેશ જારી ન થાય ત્યાં સુધી પરત ન આવવાની પણ ધમકીઓ આપવામાં આવી છે. એવા પણ અહેવાલો છે કે પાકિસ્તાનની સૈન્યની સાથે ચીનની સૈન્ય પણ જોડાયું છે. અને બન્ને દ્વારા આ વિસ્તારમાં મળીને કોઇ કવાયત કરવામાં આવી રહી છે.

- Advertisement -

25મી ફેબુ્રઆરીએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ડીજીએમઓ સ્તર પર વાતચીત થઇ હતી. જેમાં યુદ્ધ વિરામની પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બાદથી એલઓસી પર શાંતિ જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન સૈન્ય દ્વારા ગોળીબાર નથી કરવામા આવ્યો. આ શાંતિ પાછળ પાકિસ્તાન કોઇ મોટુ કાવતરૂ કરી રહ્યું હોવાના અહેવાલો પણ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular