ભારતમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો 4.95 ટકા રહ્યો છે જે 22 મહિનાની નીચલી સપાટી છે. નવેમ્બરમાં આ ફુગાવો 5.85 ટકા હતો. ખાદ્ય ફુગાવો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો છવાને કારણે ડિસેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.
સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જથ્થાબંધ ફુગાવો નવેમ્બર, 2022માં 5.85 ટકા હતો અને ડિસેમ્બર, 2021માં 14.27 ટકા હતો. ડિસેમ્બરમાં રીટેલ પછી જથ્થાબંધ ફુગાવામાં પણ ઘટાડો જોવા મળતા ફેબુ્રઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) વ્યાજ દરોમાં વધારો ન કરે તેવી શક્યતા છે. ડિસેમ્બરમાં ખાદ્યાન્ન વસ્તુઓના ફુગાવામાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો છે.