વિશ્વ આરોગ્ય સંગઠનએ ભલામણ કરી છે કે ઉઝ્બેકિસ્તાનમાં બાળકો માટે નોઈડાની કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એક મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં ડબલ્યુએચઓ એ કહ્યું કે ‘મેરિયન બાયોટેક દ્વારા નિર્મિત સબ સ્ટાન્ડર્ડ ચિકિત્સા ઉત્પાદન, એવા પ્રોડક્ટ છે જે ગુણવતા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે અને આથી specificationથી બહાર છે.’
ડબલ્યુએચઓએ પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી એક એલર્ટમાં કહ્યું કે, આ ડબલ્યુએચઓ મેડિલ પ્રોડક્ટ એલર્ટ બે સબ સ્ટાન્ડર્ડ (દૂષિત) ઉત્પાદનોને સંદર્ભિત કરે છે. તે ઉઝ્બેકિસ્તાનમાં ઓળખાયેલા અને 22 ડિસેમ્બર 2022ના રોજ ડબલ્યુએચઓને રિપોર્ટ કરાયા હતા. સબ સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એવા ઉત્પાદનો છે જે ગુણવતા માપદંડો કે વિશિષ્ટતાઓને પૂરા કરવામાં નિષ્ફળ હોય છે અને આથી તે સ્પેસિફિકેશનમાંથી બહાર છે.
એલર્ટમાં કહેવાયું છે કે બે ઉત્પાદનો એમ્બરોનોલ સિરપ અને ડીઓકે-1 મેક્સ સિરપ છે. બંને ઉત્પાદનોના જાહેર નિર્માતા મેરિયન બાયોટેક પ્રાઈવેટ લિમિટેડ ઉત્તર પ્રદેશ ભારત છે.
આજ સુધી કથિત નિર્માતાએ આ ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તા પર ડબલ્યુએચઓને ગેરંટી આપી નથી. ઉઝ્બેકિસ્તાનથી ઉધરસની દવાથી બાળકોના મોતના સમાચાર સામે આવ્યા બાદ નોઈડા સ્થિત ફાર્મા મેરિયન બાયોટેક પર સંકટના વાદળો છવાયા છે.