Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સIPLની હરાજીમાં કાઠિયાવાડના કયા ત્રણ ખેલાડીઓની બેઇઝ પ્રાઇસ રૂા.20,00,000 છે?: જાણો

IPLની હરાજીમાં કાઠિયાવાડના કયા ત્રણ ખેલાડીઓની બેઇઝ પ્રાઇસ રૂા.20,00,000 છે?: જાણો

- Advertisement -

આઇપીએલની 14મી સિઝનના મીની ઓકશન માટે 1114 રજીસ્ટ્રેશન કરાવેલા ખેલાડીઓમાંથી 292 ખેલાડીઓને શોર્ટ લિસ્ટ કરાયા છે. જેમાં 164 ભારતીય અને 125 વિદેશી ખેલાડી સામેલ છે. 3 ખેલાડી એસોસિયેટ દેશના છે. ટોચની બે કરોડ રૂપિયાની બેઇઝ પ્રાઇસની સૂચિમાં હરભજન સિંધ અને કેદાર જાધવ સિવાયના બાકીના 6 ખેલાડી વિદેશના છે. જેમાં મુખ્યત્વે ગ્લેન મેકસવેલ, સ્ટિવન સ્મિથ છે. આઇપીએલની હરાજીમાં આ ખેલાડીઓ પર મોટી બોલી લાગી શકે છે. આઇપીએલની 2021ની સિઝનની હરાજી ચેન્નાઇમાં તા. 18મી એ થશે.

- Advertisement -

દોઢ કરોડની બેઇઝ પ્રાઇસમાં 12 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. જેમાં આઇસીસી ટી-20 ક્રમાંકનો નંબર વન ઇંગ્લેન્ડનો બેટસમેન ડેડિ મલાન, એલેકસ હેલ્સ, ટોમ કરન, આદિલ રશીદ સહિતના કુલ 12 ખેલાડી છેે. જે તમામ વિદેશી છે. એક કરોડની બેઇઝ પ્રાઇસના લીસ્ટમાં 11 ખેલાડી છે. જેમાં ફકત બે જ ખેલાડી ભારતના હનુમા વિહારી અને ઉમેશ યાદવ છે અને 9 વિદેશના છે. કાંગારૂ બેટસમેન લાબુશેનને આ સૂચિમાં સ્થાન મળ્યું છે. 75 લાખની સૂચિના તમામ 15 ખેલાડી વિદેશના છે.50 લાખની સૂચિમાં 65 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. જેમાં 13 ભારતના અને 52 વિદેશી ખેલાડી છે. બાકીના ખેલાડીઓ 20 લાખની બેઇઝ પ્રાઇસના લીસ્ટમાં સામેલ કરાયા છે.

સૌરાષ્ટ્રના ખેલાડીઓની વાત કરીએ તો તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનાર ઓપનિંગ બેટસમેન અવિ બારોટ, ઓલરાઉન્ડર પ્રેરક માંકડ અને ઝડપી બોલર ચેતન સાકરિયાનો 20 લાખની ચેતન સાકરિયાનો 20 લાખની બેઇઝ પ્રાઇસના લીસ્ટમાં સમાવેશ થયો છે. આ ત્રણેય ખેલાડીઓને આ વખતે આઇપીએલનો કરાર પહેલીવાર મળે તેવી સંભાવના છે. જયારે સૌરાષ્ટ્રની ટીમ છોડી ઉતરાખંડ તરફથી રમી રહેલા શેલ્ડન જેકશન પણ આ સૂચિમાં સામેલ છે.

- Advertisement -

પાછલી ત્રણ-ચાર સિઝનથી ટેસ્ટ સ્ટાર ચેતેશ્ર્વર પુજારાનો હરાજીમાં કોઇ ફંચાઇઝી હાથ પકડતું નથી. તેને આ વખતના ઓકશનમાં 50 લાખની બેસ પ્રાઇસ મળી છે. જયારે રજીસ્ટર થયેલા ખેલાડીઓમાં સૌથી મોટી વયના નયન દોશી 20 લાખની સૂચિમાં છે.

મુંબઇના યુવા ખેલાડી અને સચિનના યુત્ર અર્જુન તેંડુલકરનો 20 લાખની સૂચિમાં પહેલીવાર સમાવેશ કરવામાં આવ્યોછે. જયારે ફિકિસંગ પ્રકરણ બાદ વાપસી કરનાર ઝડપી બોલર એસ શ્રીસંથ શોર્ટ લિસ્ટ થયો નથી. આથી તેનું દર્દ છલકી આવ્યું હતું અને તેણે સોશિયલ મીડિયા પર આ ગોડનો પ્લાન તેમ કહ્યું હતું.

- Advertisement -

આઇપીએલની આઠ ફેંચાઇઝી પાસે કુલ મળીને લગભગ 196 કરોડ ખર્ચ હરાજીમાં કરી શકે છે. જેમાં ચેન્નાઇ પાસે 22.9, દિલ્હી પાસે 12.9, પંજાબ પાસે 53.2, કોલકાતા પાસે 10.75, મુંબઇ પાસે 15.35, રાજસ્થાન પાસે 50.15 કરોડ રૂપિયા, બેંગ્લોર પાસે 35.9, હૈદરાબાદ પાસે 10.75 કરોડ રૂપિયા પર્સમાં રહ્યા છે. આ રકમ પર તેઓ ખેલાડીઓ પર બોલી લગાવશે.

હરભજનસિંહ, કેદાર જાધવ, ગ્લેન મેકસવેલ, સ્ટિવન સ્મિથ, શકિબ અલ હસન, મોઇન અલી, સેમ બિલિંગ ર્પ્લેકેટ, જેસન રોય અને માર્ક વૂડ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular