ભારતમાં કોરોના સામેનો જંગ જીતવા માટે દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દેશમાં હાલ 18 વર્ષથી ઉપરના લોકોનું વેક્સીનેશન ચાલુ છે. અત્યારે બે વેક્સીન કોવીશીલ્ડ અને કોવેક્સીન આપવામાં આવી રહી છે. પરંતુ રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ ક્યારે લેવામાં આવે તો ફાયદો થાય છે તે અંગે સરકારે આજે કોવિન સોફ્ટવેરમાં અપડેટ કર્યું છે.
ભારત સરકાર તરફથી આજે રોજ જાહેર કરવામાં આવેલ વેક્સીનની ગાઈડલાઈન મુજબ કોવીશીલ્ડ વેકસીનનો બીજો ડોઝ 42 દિવસ બાદ જ મળશે. રાજ્યભરમાં આજથી આ ગાઈડલાઈનો અમલ શરુ કરી દેવામાં આવ્યો છે.
ભારત સરકાર તરફથી મળેલ ગાઈડલાઈન અનુસાર કોવીશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ લઈ ચૂકેલ વ્યક્તિઓ પોતાનો બીજો ડોઝ 42 દિવસ પછી જ લઇ શકશે. 42 થી 56 દિવસની અંદર કોવિશીલ્ડ રસીનો બીજો ડોઝ મુકાવવાથી વધુ ફાયદો થાય છે.
જયારે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ 28થી 42 દિવસની અંદર મુકાવવા માટે સરકાર દ્રારા ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. આ અંગે કોવિન પોર્ટલ પર પણ જાણકારી આપવમાં આવી છે.આ પ્રકારની પ્રોસેસ કોવિન સોફ્ટવેરમાં અપડેટ કરી દેવામાં આવેલ છે