જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં નાસતાની રેંકડી ચલાવતા યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા શખ્સે છરી વડે હુમલો કર્યો હતો.
હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં રહેતાં પિન્ટુ નીતિનભાઇ જોશી (ઉ.વ.36) નામનો યુવાન નાસતાની રેંકડી ચલાવતો હતો તે દરમિયાન માનવ ઉગા વઘોરા નામના શખ્સે આવીને ચણા માંગ્યા હતાં જેથી પિન્ટુએ ચણા આપતા માનવ અપશબ્દો બોલવા લાગ્યાો હતો. જેથી યુવાને અપશબ્દો બોલવાની ના પાડતા માનવે ઉશ્કેરાઈને છરી કાઢી પિન્ટુ ઉપર હુમલો કરવા જતા પિન્ટુએ આડો હાથ ધરી દેતા હાથમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણના આધારે હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.