Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં પાણીનો વાલ્વ તૂટતા જાહેર માર્ગો પાણી ફરી વળ્યા

ખંભાળિયામાં પાણીનો વાલ્વ તૂટતા જાહેર માર્ગો પાણી ફરી વળ્યા

- Advertisement -

ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી આદર્શ સ્કૂલ પાસે સ્થિત નગરપાલિકાના પાણીના એક વાલ્વમાં આજરોજ સવારે કોઈ ક્ષતિ સર્જાતા પાણી લીકેજ થયું હતું. આ મેઈન લાઈનના વાલ્વમાંથી પાણીના ફુવારાઓ છૂટતા આ પાણીનો રેલો નજીકની લોહાણા બોર્ડિંગ, ક્ધયા છાત્રાલય તેમજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વગર ચોમાસે લાંબો સમય પાણીના આ વેડફાટથી આ વિસ્તારના રાહદારીઓ, વાહન ચાલકો વિગેરેમાં કચવાટની લાગણી જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular