ગુજરાતમાં કોરોનાની મહામારીનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. તેવામાં કોરોનાથી જે દર્દીઓના મૃત્યુ થાય છે તેમના શબ પણ કોઈ અડવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં કચ્છ જીલ્લાની RSSની મહિલા કાર્યકરની ચારે તરફ ચર્ચા થઇ રહી છે. કચ્છના સુખપરમાં લાશોના અંતિમ સંસ્કાર આરએસએસની મહિલા કાર્યકર્તા હિના રામજી વેલાણીએ કર્યા હતા. અંતિમ સંસ્કાર કરતી વખતે તેમણે પીપીઇ કિટ પહેરી હતી. તેમાં અન્ય કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
ભુજ તાલુકાના સુખપરની મહિલાઓ દ્રારા સ્મશાનમાં હિંદુ પરંપરા દરમિયાન અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની મહિલા હીના રામજી વેલાણી પીપીઈ કીટ પહેરીને કોરોનાના શબના અંતિમ સંસ્કાર કરી રહી છે. તેણી મૃતદેહના અંતિમ સંસ્કાર કરતી વખતે ધાર્મિક વિધિનું પણ પાલન કરે છે. તેણી સાથે અન્ય મહિલાઓ પણ આ કાર્યમાં જોડાઈ છે.જેના કચ્છ સહીત રાજ્યભરમાં વખાણ થઇ રહ્યા છે.
લાશોને પહેલાં ભૂજના સ્મશાન ઘાટ લઇ જવામાં આવતી હતી પરંતુ ત્યાં અંતિમ સંસ્કાર માટે જગ્યા ન હતી. ત્યારબાદ તેની લાશોને સુખપર સ્મશાનમાં લઇ જવામાં આવી હતી. જ્યાં આરએસએસની મહિલા કાર્યકર્તાઓએ સનાતન વૈદિક પરંપરા વડે લાશોના અંતિમ સંસ્કાર કર્યા. અંતિમ સંસ્કારમાં ધાર્મિક સામગ્રીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગત વર્ષે કોરોનાની મહામારી વચ્ચે આ મહિલાઓના સમુહે હજારો માસ્ક બનાવીને લોકોની મદદ કરી હતી. તેમજ અગામી દિવસોમાં કોરોનાના જે દર્દીઓ ઘરે કવોરન્ટાઈન છે તેમને ફળ તેમજ અન્ય જરૂરી વસ્તુઓ મળી રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોનાના લીધે એવી પરિસ્થિતિ સર્જાઇ છે કે ઘણીવાર મૃતકના ઘરવાળાને તેમનો ચહેરો જોવો પણ નસીબ થતો નથી. એવી પરિસ્થિતિમાં સુખપુરમાં આરએસએસની મહિલા કાર્યકર્તાઓએ લાશોના અંતિમ સંસ્કાર કર્યા જે ખરેખર પ્રસંશનીય કહી શકાય.