Wednesday, January 1, 2025
Homeરાષ્ટ્રીયમારી દીકરી કોરોના વોર્ડમાં હતી ત્યારે મને તાળી અને થાળી વગાડવાનું મહત્વ...

મારી દીકરી કોરોના વોર્ડમાં હતી ત્યારે મને તાળી અને થાળી વગાડવાનું મહત્વ સમજાયુ હતું : કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યસભામાં કોવિડ -19 મહામારી અંગે રાજકારણ કરવા અને આંકડા છુપાવવાના આરોપોને નકારી કાઢતા કહ્યું હતું કે મહામારી અંગે ક્યારેય રાજકારણ થયું નથી. રાજ્યોએ કોવિડને કારણે થયેલાં મોતની નોંધ લીધી છે, કેન્દ્ર સરકારે ક્યારેય કોઈ રાજ્યને ઓછા કેસ નોંધાવવા કહ્યું નથી.

- Advertisement -

તેમણે કહ્યું, “હું ભારત સરકારનો પ્રધાન હોવા પહેલાં, હું એક પુત્રીનો પિતા છું, અને મારી પુત્રી કોવિડ કટોકટીમાં ડોક્ટર તરીકે નોકરી કરતી હતી ત્યારે કોવિડ વોર્ડમાં નોકરી કરતી હતી. અને મારી દીકરીએ કહ્યું હતું કે હું કોવિડ વોર્ડમાં કામ કરતી  રહીશ. અને દેશના લોકોએ તાળી અને થાળી વગાડી હતી તે સમયે મને તેનું મહત્વ સમજાયું હતું. અને અમારી હિંમત વધી હતી.

મનસુખ માંડવીયાએ કહ્યું થાળી અને તાળી કોરોના વોરીયર્સને પ્રોત્સાહિત કરવા માટે વગાડવામાં આવી હતી. અને સરકારે એકેય રાજ્યોને કહ્યું નથી કે કોવિડના આંકડા છુપાવો.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, “ભારત જેવો દેશ કોઈ પર આધાર રાખી શકતો નથી, તેથી વડા પ્રધાને બાયોટેકનોલોજી વિભાગ અને વૈજ્ઞાનિકોને તાત્કાલિક વેક્સીન પર કામ કરવા સૂચના આપી હતી. ભારતે 123 દેશોમાં દવા સપ્લાય કરી હતી, જેમાંથી 64 દેશોએ ભારતનો ધન્યવાદ વ્યક્ત કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular