Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયWhatsApp એ ભારત સરકાર સામે કેસ દાખલ કર્યો

WhatsApp એ ભારત સરકાર સામે કેસ દાખલ કર્યો

- Advertisement -

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સઅપએ ભારત સરકારની વિરુદ્ધ દિલ્લીમાં કેસ કર્યો છે. જેમાં આજથી લાગુ થનારા નવા આઇટી નિયમોને રોકવાની માંગ કરવામાં આવી છે. WhatsApp વિરુદ્ધ ભારત સરકારનો કેસ મંગળવારે, 25 મે ફાઇલ કરવામાં આવ્યો, મેસેન્જર એપે કહ્યું કે નવા નિયમોથી યૂઝર્સની પ્રાઇવસી પ્રભાવિત થશે.

- Advertisement -

દિલ્લી હાઈકોર્ટમાં કરાયેલી એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારના નિયમો સંવિધાનની વિરુદ્ધ છે. આ નિયમોથી સંવિધાનમાં મળેલાં અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવી દલીલ વોટ્સઅપ દ્વારા કોર્ટમાં ભારત સરકારની વિરુદ્ધ કરવામાં આવી છે.

કંપનીનો દાવો છેકે, વોટ્સઅપ માત્ર એવા લોકો માટે નિયમન ઈચ્છે છે જે લોકો આ પ્લેટફોર્મનો દૂરઉપયોગ કરે છે. લોકોના ચેટિંગ પણ નજર રાખવી અને તેને ટ્રેસ કરવું એ યોગ્ય નથી. કારણકે આ કરવાથી યુઝર્સની પ્રાઈવેસી નહી રહે. WhatsAppએ કહ્યું કે લોકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશથી અમે ભારત સરકાર સાથે એન્ગેજ રહીશું, જેમાં વેલિડ લીગલ રિક્વેસ્ટનો જવાબ આપવો પણ સામેલ છે.

- Advertisement -

 આ મામલો હવે ભારતમાં ખુબ જ સંવેદનશીલ બની ચૂક્યો છે. દેશમાં હાલ 40 કરોડ વોટ્સઅપ યુઝર્સ છે. હવે દિલ્લી હાઈકોર્ટમાં આ ફરિયાદની સમીક્ષા કરવામાં આવી રહી છે. જોકે, કંપનીના પ્રવક્તાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular