Saturday, December 21, 2024
Homeખબર સ્પેશીયલસ્ટ્રેસ અને પેટનું શું કનેકશન છે ? જાણો...

સ્ટ્રેસ અને પેટનું શું કનેકશન છે ? જાણો…

સ્ટ્રેસ લેવાથી પેટમાં ગુડગુડ થાય છે

- Advertisement -

સ્ટ્રેસની અસર માથાના વાળથી લઇને પગના નખને નુકસાન પહોંચાડે છે. ઘણીવખત જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઇએ ત્યારે પેટમાં ગુડગુડ થતું હોય છે. જેમ કે આપણી એકસામ હોય ત્યારે ઘણીવખત આપણુ પેટ ખરાબ થતું હોય છે તો શું છે સ્ટ્રેસ અને પેટનું કનેકશન તે જાણીએ એકસપર્ટ પાસેથી અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન પણ મેળવીએ…

- Advertisement -

નવી દિલ્હીથી ગેસ્ટ્રોએંટરોલોજી કન્સલ્ટન્ટ ડો. શુભમ પ્રસાદનું કહેવું છે કે, સ્ટ્રેસની સીધી અસર પેટ પર પડે છે. કેમ કે મગજની સેટ્રલ નર્વસ સિસ્ટમની સીધી અસર ઈન્ટેરીક નવર્સ સિસ્ટમ પર થાય છે. જે આપણા પેટમાં હોય છે. આમ વધુ સ્ટ્રેસ લેવાથી પેટમાં વધુ માત્રામાં એસિડ બની શકે છે. જેને હાઇપર એસીડીટી કહે છે. જેના કારણે પેટમાં છાલા પડી શકે છે. જેને અસ્લર કહેવાય છે. આ ઉપરાંત સ્ટ્રેસના કારણે કબજીયાત પણ થઈ શકે છે. જ્યારે અમુક વખતે ડાયેરીયા પણ થઈ શકે છે. જેનું કારણ છે કે સ્ટ્રેસના કારણે આંતરડાની સેંસીટીવીટી વધી જતી હોય છે. જયારે શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે મગજને સ્ટ્રેસ જેવું ફીલ થાય છે. જેથી તેમાં પણ આવાજ લક્ષણો દેખાય છે. જેથી પેટને સારું રાખવા પૌષ્ટીક આહાર લેવો. પાણીની માત્રા જાળવવી જોઇએ. આ ઉપરાંત સ્ટ્રેસ ઓછું કરવા માટેની કસરતો, યોગ, ધ્યાન કરવું જોઇએ અને સકારાત્મક વિચારો કરીને સ્ટ્રેસથી દૂર રહેવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular