Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ન કરે નારાયણ ને… કોઇ કેમિકલ દુર્ઘટના સર્જાય તો શું...

જામનગર જિલ્લામાં ન કરે નારાયણ ને… કોઇ કેમિકલ દુર્ઘટના સર્જાય તો શું ?

- Advertisement -

જામનગર જિલ્લામાં આવેલી પેટ્રોકેમિકલ અને અન્ય કેમિકલ ઉદ્યોગોને ધ્યાનમાં રાખી સંભવિત કેમિકલ દુર્ઘટના સામે જિલ્લાતંત્ર દ્વારા ટેબલટોપ એકસરસાઇઝ, અને આઇઆરએસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપાતકાલિન સ્થિતિમાં હાથધરવાના પગલાંઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

- Advertisement -

જામનગર કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં ટેબલ ટોપ એક્સરસાઈઝ તથા I.R.S. તાલીમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નિવૃત લેફ.જનરલ તથા NDMAના સભ્ય  સૈયદ અતા હસનૈન, અધિક મુખ્ય સચિવ તથા GSDMAના C.E.O.  અગ્રવાલ, નિવૃત મેજર જનરલ  સુધીર બહલ સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ બેઠકમાં ઉદ્યોગ ક્ષેત્રે કેમીકલથી થતા નુકશાન તેમજ આપાતકાલીન સંજોગોમાં હાથ ધરવાના પગલાંઓ, એકમો દ્વારા અમલી પોલીસી, અકસ્માત દરમિયાન લેવાની થતી તકેદારી તથા પગલાંઓ વગેરે બાબતે વિગતવાર માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પડાઈ હતી. જેમાં GSDMA, GPCB, SDRF, NDRF, રીલાયન્સ, શ્રમ અને રોજગાર વિભાગ, એલેમ્બીક, NDMA સહિતના વિભાગો તથા ઔદ્યોગીક એકમો જોડાયા હતા. વિવિધ વિભાગો તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો દ્વારા આગ, વિસ્ફોટ, કેમીકલની ઝેરી અસર, હવા તેમજ પાણીના પ્રદુષણ પર નિયંત્રણ અંગેના પગલાંઓ વગેરે બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી વિગતવાર માહિતી પુરી પડાઈ હતી.

- Advertisement -

આ બેઠકમાં જામનગરના અધિક નિવાસી કલેકટર પંડયા, નાયબ પોલીસ અધિકક્ષક  ચાવડા, જિલ્લા આરોગ્ય અધિકારી  બથવાર, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન, કાર્યપાલક ઈજનેર જેટકો, ફાયર સ્ટેશન ઓફીસર, નાયબ નિયામક DISH તથા મામલતદાર ડીઝાસ્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular