Wednesday, March 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરના પેટ્રોલ પંપોમાં ઈંધણના જથ્થા અંગે શું કહે છે પેટ્રોલ પંપના માલિક......

જામનગરના પેટ્રોલ પંપોમાં ઈંધણના જથ્થા અંગે શું કહે છે પેટ્રોલ પંપના માલિક… – VIDEO

જામનગર શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા સમાચારો અને અફવાઓ અંગે દિગજામ સર્કલ પાસે આવેલ તંબોલી પેટ્રોલિયમના માલિક મિતેશભાઈ તંબોલીએ સ્પષ્ટતા કરી છે.

- Advertisement -

તેમણે જણાવ્યું છે કે, હાલમાં શહેરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઇંધણનો જથ્થો મર્યાદિત છે અથવા ઉપલબ્ધ નથી તેવી પાયાવિહોણી અફવાઓથી કોઈપણ નાગરિકે ભરમાવવાની જરૂર નથી. જામનગરના તમામ પેટ્રોલ પંપ પાસે ઇંધણનો પર્યાપ્ત સ્ટોક હોવાથી નાગરિકોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે કોઈપણ મર્યાદા વગર પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે, જે માટે જામનગર પેટ્રોલ પંપ એસોસિએશનના તમામ સભ્યો સંપૂર્ણપણે કટિબદ્ધ અને બંધાયેલા છે. વધુમાં, મિતેશભાઈ તંબોલીએ સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો કે તેઓ ખોટી અફવાઓ ધ્યાને ન લે, ગેરમાર્ગે ન દોરાય તેમજ અકારણ પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી ન કરે, જેથી બિનજરૂરી પેનિક સિચ્યુએશન ઊભી ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular