અમરનાથ યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. રસ્તામાં વાદળ ફાટતાં યાત્રાળુઓએ અધવચ્ચે જ ફરજિયાત રાત્રી રોકાણ કરવું પડ્યું હતું. જેમાં જામનગર – દ્વારકા જિલ્લાના 20 ભાવિકો પણ છે.
સંગમ ઘાટી ખાતે રાત્રી રોકાણ કરનારા જામનગરના પંચેશ્વર ટાવર પાસે ડ્રેસિસની દુકાન ચલાવતા વેપારી દીપકભાઈ વિઠ્ઠલાણી અને તેમના પત્ની જાગૃતિબેન શુક્રવારે સવારે બાલતાલ બેઝ કેમ્પથી બાબા અમરનાથના દર્શન કરવા માટે નીકળ્યા હતા અને સાંજે 5 વાગ્યાની આસપાસ સંગમ ઘાટી નજીક પહોંચ્યા ત્યાં જ વાદળ ફાટ્યું હોવાના સમાચાર મળતા યાત્રા ત્યાં જ રોકી દેવામાં આવી હતી. અમરનાથમાં રહેલાં જામનગરના તેજશસિંહ એ.જાડેજા, અરવિંદસિંહ રાણા, શિવરાજસિંહ રાણા, સત્યપાલસિંહ રાણા, જયપાલસિંહ રાણા, સશીરાજસિંહ ઝાલા, હિરેનભાઇ સોની, જીગ્નેશભાઇ બારા 8 લોકો સુરક્ષીત હોવાની ‘ખબર ગુજરાત’ સાથેની વાતચીતમાં તેજશસિંહે જણાવ્યું હતું.