Friday, November 22, 2024
Homeરાજ્યગુજરાતહોળી-ધુળેટીની ઉજવણી મુદ્દે શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ ?

હોળી-ધુળેટીની ઉજવણી મુદ્દે શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલએ ?

- Advertisement -

ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કોરોનાને એક વર્ષ થઈ ગયું છે, તેમ છતાં કોરોના ફરી એકવાર વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગત વર્ષે તો ગુજરાત સરકારે કોરોનાને કારણે તહેવારો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. લોકોને નવા વર્ષમાં તહેવારોને લઈને ધણી આશાઓ હતી, પરંતુ અ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે હોળી-પૂળેટીના તહેવારને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

- Advertisement -

કોરોના સંક્રમણ વધુ વકરી રહ્યું છે, જેની હોળી-ધૂળેટીના તહેવારો પર સીધી અસર થઈ છે. રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી છે. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી છે. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular