જોડિયા તાલુકાના હડિયાણા ગામે ખેડૂતોએ સિંચાઈની ટપક પદ્ધતિ અપનાવીને ખેતી કરી અને પાણીનો બચાવ કરી સારો પાક મેળવ્યો.
જોડિયાના હડિયાણા ગામે ખેડૂતોએ ધોરીયા પદ્ધતિના બદલે સિંચાઈ માટે ટપક પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિથી 40 થી 60 ટકા સુધી પાણીની બચત કરી શકાય છે. પાણી સીધું જ વનસ્પતિના મુળમાં પડતું હોવાથી પાણીને બચત થાય છે. આમ દરરોજ પાણી મળતું હોવાથી હવા, ગરમી, અને ભેજનું પ્રમાણ સમીકરણ સર્જાય અને મુળ વધુને વધુ કાર્યરત રહી છે.
આ પદ્ધતિથી ઘણાં લાભો થાય છે. ઉપજમાં 150 ટકા સુધીનો વૃધ્ધિ થાય છે. પાણીની બચત થાય છે. પાક જલ્દી પરિપકવ થવાના કારણે રોકાણનું ઉચ્ચ અને ઝડપી વળતર મળે છે. ખાતરના ઉપયોગની ક્ષમતા 30 ટકા વધી જાય છે. મજૂરીનું મુલ્ય ઘટી જાય છે. જ્યારે બિનઉપજાઉ ક્ષેત્ર, ખારાશ વાળી, રેતાળ અને પહાડી જમીનને પણ ઉપજાઉ ખેતી હેઠળ લાવી શકાય છે.
હડિયાણાના નકુમ જયસુખભાઈ એ આ પદ્ધતિ અપનાવીને કારેલીના માંડવાની ખેતી કરી છે. જેનું વેચાણ તે જામનગર અને રાજકોટ યાર્ડમાં કરે છે. જેમાં તેમને સારો ભાવ મળી રહે છે. આમ ઓછું પાણી મળતું હોવાથી અને પાણીની ખેંચ હોય ત્યારે ટપક પદ્ધતિ અપનાવી ને જયસુખભાઈ રીંગણા, મરચાં, દુધી, ગલકા, ગીસોળા, કોથમરી વગેરે શાકભાજીનું વાવેતર કરે છે અને સારું વળતર મેળવીને પાણીનો બચાવ કરે છે.