કોર્ટે કહ્યું કે આ આરોપો અનિલ દેશમુખ વિરુદ્ધ લગાવવામાં આવ્યા છે, તે રાજ્યના ગૃહ પ્રધાન છે. આવી સ્થિતિમાં, કોઈની ન્યાયીક તપાસ માટે પોલીસ પર નિર્ભર નહીં થઈ શકે. તેથી સીબીઆઈએ આ મામલાની તપાસ કરવી જોઈએ.
બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે સીબીઆઈએ પ્રાથમિક તપાસ કરવી જોઈએ, જેમાં દરેકને સહકાર આપવો પડશે. રિપોર્ટ 15 દિવસની અંદર સીબીઆઈના ડિરેક્ટરને સોંપવામાં આવશે. જો ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધના કેસની પુષ્ટિ સીબીઆઈ રિપોર્ટમાં કરવામાં આવે તો સીબીઆઈ એફઆઈઆર દાખલ કરશે.