સમગ્ર રાજ્યમાં મેઘરાજાની મહેર છે ત્યારે હાલારમાં છેલ્લાં અઠવાડિયાથી મેઘરાજાની તોફાની ઈનિંગ ચાલુ છે ત્યારે જામનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ત્યારે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વાહન લઇને તે પાણીમાંથી પસાર થવું એ એક ટાસ્ક જેવું છે ત્યારે નુરી ચોકડી પાસેના બેઠા પુલ પર પાણી ભરાયા છે. જેમાં યુવાનો જોખમી પ્રયોગ કરતા નજરે પડયા છે.
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા નુરી ચોકડીથી અન્નપૂર્ણા મંદિર જવાના રસ્તા પર આવેલા બેઠા પુલ પર આજે રંગમતિ નદીનું પાણી ફરી વળતા એક તબક્કે માર્ગ બંધ થયા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી તેમજ રંગમતિ ડેમના ત્રણ દરવાજા ખોલાયા હોવાથી અને રણજીતસાગરમાં પણ ઓવરફલો ચાલુ હોવાના કારણે રંગમતિ તરફ પાણીનો પ્રવાહ રાત્રેથી વધ્યો હતો. આ દરમિયાન બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હોવા છતાં છકડા ચાલકો અને ટુ વ્હીલર વાહન ચાલકો જોખમી રીતે પુલ પરથી વાહન ચલાવતા નજરે પડયા હતાંં.
આ ઉપરાંત કેટલાંક બાળકો પણ પાણીમાં પુલ પસાર કરતા જોવા મળ્યા હતાં. આ બેઠા પુલમાં 8 મહિના પહેલાં ગાબડુ પણ પડયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા થીગડા મરાયું હતું. જે સ્વાભાવિક રીતે જોખમી હતું. તંત્ર એ આવા બેઠા પુલ પર પાણી આવતા રસ્તો બંધ કરાવવો જોઇએ.