જામનગર મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેર ના તમામ બગીચાઓમાં ઉનાળાની કાગઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુસર પાણીના કુંડા મૂકવામાં આવ્યા છે, શહેર ના મોટા બગીચાઓમાં એક થી વધુ અને નાના બગીચાઓમાં એક એક કુંડાઓ દ્વારા પક્ષીઓને નિયમિત પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કરુણા અભિયાન હેઠળ જામનગર માં તમામ બગીચાઓમાં આવતા કાબર, કોયલ, બુલબુલ, પોપટ , ચકલી, બાબલર તેમજ કાગડા અને કબૂતર સહિતના સ્થાનિક પક્ષીઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીના કુંડાઓ જામનગર મહાનગરપાલિકાની ગાર્ડનશાખા દ્વારા મૂકવામાં આવ્યા છે. શહેર ના સંગમબાગમાં યોજાયેલા કાર્યક્રમમાં મેયર બિનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઇ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દંડક કેતનભાઈ ગોસારાણી, ગાર્ડન સમિતિના ચેરપર્સન ડીમ્પલબેન રાવલ તેમજ કોર્પોરેટરો પાર્થભાઈ કોટડીયા, હર્ષાબા જાડેજા, ગીતાબા જાડેજા, શોભનાબેન પઠાણ, ભારતિબેન ભંડેરી સહિત આ વિસ્તારના સંગઠનના આગેવાનો ગાર્ડન શાખાના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.