Sunday, December 22, 2024
Homeઆંતરરાષ્ટ્રીયજુઓ શાનદાર વીડિયો: ભારતના આ વિકેટ-કીપર બેટ્સમેને અપાવી ધોનીની યાદ

જુઓ શાનદાર વીડિયો: ભારતના આ વિકેટ-કીપર બેટ્સમેને અપાવી ધોનીની યાદ

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝના એન્ટીગુઆમાં ગઇકાલે રમાયેલી અન્ડર-19 વિશ્ર્વકપ ફાઇનલમાં ભારતના વિકેટકીપર બેટ્સમેન દિનેશ બાનાએ સીક્સ ફટકારી ભારતને ચેમ્પિયન બનાવતા લેજન્ડરી વિકેટકીપર એમ. એસ. ધોનીની યાદ તાજી થઇ ગઇ હતી કે જેમણે 2011ના વિશ્ર્વકપ ફાઇનલમાં શ્રીલંકા સામે સીક્સ ફટકારી ભારતને વિજય અપાવ્યો હતો.

- Advertisement -

ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચની બીજી ઈનિંગની 48મી ઓવરના ત્રીજા બોલ પર દિનેશ બાનાએ સિક્સર ફટકારીને સ્કોર બરાબરી કરી દીધો હતો. બસ ત્યાર બાદ એટલે કે એ જ ઓવરના ચોથા બોલ પર તેણે સતત બીજી સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. આ વિજય 2011 ODI વર્લ્ડ કપમાં એમએસ ધોનીના છગ્ગા જેવો જ હતો, જેણે ભારતને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

દિનેશ બાના અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સિક્સર ફટકારીને ભારતને જીત તરફ દોરી જનાર પ્રથમ વિકેટકીપર-બેટ્સમેન બન્યો હતો. બીજી તરફ, જો આપણે એકંદરે વાત કરીએ, તો તે એમએસ ધોની પછી કોઈપણ વર્લ્ડ કપમાં આવું કરનાર બીજો વિકેટ કીપર બેટ્સમેન બન્યો. આ મેચમાં દિનેશ બાનાએ 5 બોલમાં 2 સિક્સરની મદદથી અણનમ 13 રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઈક રેટ 260 હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular