Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાના શક્તિનગરમાં વિશાળ અજગર દેખાયો

ખંભાળિયાના શક્તિનગરમાં વિશાળ અજગર દેખાયો

રેસ્ક્યુ કરી, જંગલમાં મુક્ત કરવામાં આવ્યો

- Advertisement -

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં અવારનવાર સર્પના દર્શન થતા હોય છે. આવા સર્પનું રેસ્ક્યુ અનેક વખત કરાયાના બનાવ બન્યા છે. પરંતુ ગઈકાલે મંગળવારે રાત્રે ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં એક અજગર ચડી આવ્યો હતો. સ્થાનિકોએ તેનું રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા શહેરની બગલમાં આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં બેલાવાડી ખાતે એક સ્થળે વિશાળ અજગર હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. જેથી આ અંગે સર્પવિદ યુવાનોને જાણ કરાતા આ અજગરને સુવ્યવસ્થિત રીતે હાથમાં લઇ અને તેને થોડી દૂર જંગલના પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો.

લાંબા સમય બાદ અજગર દેખાતા થોડો સમય ગ્રામજનોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular