Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજી.જી.હોસ્પિટલના તબીબોને ધમકાવતા દર્દીઓના ખોટા સગાઓને ચેતવણી

જી.જી.હોસ્પિટલના તબીબોને ધમકાવતા દર્દીઓના ખોટા સગાઓને ચેતવણી

લાચાર દર્દીઓ પાસેથી પૈસા પડાવી તબીબોને ધમકાવવાની ઘટનાઓ : ખોટા સગાઓ બની રોફ જમાવતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવાશે : કલેકટર દ્વારા ચેતવણી

જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોવિડના દર્દીઓ પાસે પૈસા પડાવી તબીબો ઉપર દબાણ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને આ મહામારીમાં પોઝિટીવ દર્દીઓ સારવાર માટે અહીંની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં આવતા હોય છે. હાલમાં આ મહામારીના કહેરના કારણે સરકારી હોસ્પિટલમાં કોવિડના એકપણ બેડની જગ્યા ખાલી નથી. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં અમૂક શખ્સો લાચાર દર્દીના સગાવાલાઓ પાસેથી પૈસા પડાવીને જી.જી.હોસ્પિટલના તબીબો ઉપર દબાણ કરવાની ઘટનાઓ બની રહી છે. જે અત્યંત શરમજનક બાબત છે. આવી ઘટનાઓ કલેકટરના ધ્યાનમાં આવી છે.

આ ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને કલેકટર રવિશંકર દ્વારા આવા શખ્સોને ચેતવણી આપવામાં આવી છે. અને જો કોઇ વ્યકિત કે જે દર્દીના સગા ન હોય કે દર્દી સાથે કોઇ સબંધ ન હોય તેવા વ્યકિતઓ ઉપર પોલીસ દ્વારા કાયદાકિય કડક પગલાં લેવામાં આવશે. તેમ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular