રાજ્યમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આજે ચૂંટણી પંચ દ્વારા રાજ્યની 15 વર્તમાન 6 અને નવી 9 સહિતની 15 મહાનગરોની મતદાર યાદી ઉપરાંત 32 જિલ્લા પંચાયત અને 72 નગરપાલિકાઓની પણ વોર્ડ અને બેઠક વાઇસ મતદાર યાદી જાહેર થતાં હવે નજર રાજ્ય સરકાર પર ગઇ છે અને તેમાં હવે સ્થાનિક ચૂંટણીઓ માટેનો અંતિમ વિઘ્ન પણ દુર થઇ ગયો છે.

રાજકોટ સહિતના મહાનગરોમાં ચૂંટણીઓની તૈયારી માટે પંચની મતદાર યાદીની રાહ જોવાતી હતી અને તે જાહેર થતાં હવે આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થશે તેવી શક્યતા છે. રાજ્યમાં ‘સર’ની પ્રક્રિયા પુરી થયા બાદ હવે આ મતદાર યાદી પ્રસિધ્ધ થાય તેની રાહ જોવાતી હતી અને વોર્ડ વાઇઝ મતદારયાદી આવતા જ રાજકીય પક્ષો માટે તેમના આગામી સમયમાં વ્યૂહ ગોઠવવાનું વધુ સરળ બનશે એટલું જ નહીં ‘સર’ના કારણે જે મતદારોના ઉમેરા અને બાદબાકી થયા છે. તે પણ સ્પષ્ટ થઇ જશે અને તેને કારણે આગામી દિવસોમાં કેટલાક વોર્ડમાં વિવાદ પણ સર્જાય તેવી ધારણા છે જે રીતે ‘સર’ની પ્રક્રિયામાં મોટા પાયે મતદારો કપાયા હોવાની બૂમ સર્જાઇ હતી તેમાં હવે દુધનું દુધ અને પાણીનું પાણી પણ થઇ જશે.


