Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 5માં ભાજપની કારોબારી બેઠક યોજાઇ

વોર્ડ નં. 5માં ભાજપની કારોબારી બેઠક યોજાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ભાજપા વોર્ડ નં. 5ની કારોબારી બેઠક સનસાઇન સ્કૂલ, વાલકેશ્ર્વરીનગરી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતી. આ બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જામનગર શહેર પ્રભારી અભયસિંહ ચૌહાણ, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, શહેર ઉપાધ્યક્ષ વસંતભાઇ ગોરી, વોર્ડ નં. 5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, આશિષભાઇ જોષી, સરોજબેન વિરાણી તેમજ વોર્ડ નં. 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખ દિપકભાઇ વાછાણી, મહામંત્રીઓ સુભાષભાઇ પરમાર, રાજદીપસિંહ જાડેજા, શહેર મહિલા મોરચો મહામંત્રી ધારાબેન પટેલ, વોર્ડ નં. 5 પ્રભારી મનિષભાઇ કનખરા, શહેર ભાજપ પૂર્વપ્રમુખ અશોકભાઇ નંદા, હિતેનભાઇ ભટ્ટ, નિલેશભાઇ ઉદાણી, પૂર્વ મેયર અમીબેન પરીખ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન મધુભાઇ ગોંડલીયા તેમજ વોર્ડ કારોબારીના સભ્યો તથા બહોળી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા દ્વારા આગામી સમયમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમો અંગે વિસ્તૃત જાણકારી/ માર્ગદર્શન આપ્યું હતું. કિશનભાઇ માડમ દ્વારા વોર્ડમાં કરવામાં આવેલ અને હવે પછી કરવાના વિકાસ કામોની માહિતી આપવામાં આવેલ હતી. આ તકે ઉપસ્થિત રહેલ કારોબારી સભ્યો તથા સક્રિય સભ્યો દ્વારા સંગઠનને મજબૂત કરવા અંગે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular