Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવોર્ડ નં. 5, 6, 11 અને 15માં કોરોના રસિકરણ કાર્યક્રમ યોજાયો

વોર્ડ નં. 5, 6, 11 અને 15માં કોરોના રસિકરણ કાર્યક્રમ યોજાયો

કોરોના પ્રતિરોધક રસી જ આપણા માટે આ રોગ સામે લડતનું હથિયાર સમાન છે : રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ

જામનગર શહેરમાં ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સહયોગથી શહેરના વોર્ડ નંબર 5,6,11 અને 15માં વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. જામનગર શહેરના નાગરિકો વધુમાં વધુ પ્રમાણમાં યોજાતા કોરોના પ્રતિરોધક રસીકરણ કેમ્પોનો લાભ લઇ રસીકરણ કરાવે તે માટે ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અનુરોધ કરતાં શહેરના વોર્ડ નંબર-5,6,11 અને 15માં રહેતા 45 વર્ષથી ઉપરની ઉંમરના રહેવાસીઓને કોરોના પ્રતિરોધક રસી આપવા માટેના કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-19)ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેક્સિન આપવામાં આવે છે તેમ જણાવતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોના મહામારી સામેની જંગ લડી રહ્યો છે ત્યારેહાલમાં ફરીથી બીજા વેવમાં ભારત અને આપણા ગુજરાતમાં પણ સતત કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના પ્રતિરોધક રસી જઆપણા માટે આ રોગ સામે લડતનું હથીયાર સમાન છે. ત્યારે વધુમાં વધુ લોકો આ રસી લઇ અને સુરક્ષિત બને તે માટે આ મેગા વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવ્યા છે, હજુ પણ વધુ લોકો આ જ રીતે જાગૃત બની તત્કાલ કોરોના પ્રતિરોધક રસી લઇ પોતે તથાપોતાના પરિવાર અને સમગ્ર જામનગરને સુરક્ષિત બનાવવામાં સહયોગ આપવાઅનુરોધ કર્યો હતો.

આ તકે રાજયમંત્રી જાડેજા દ્વારા કોરોના સામેના જંગમાં આગળ આવી રસી લેવા આવનાર લોકોને રાજય સરકારવતી અભિનંદન પાઠવ્યા હતા. આ કેમ્પમાં આશરે 500થી વધુ લોકોએ રસી લીધી હતી.

- Advertisement -

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેંડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, દંડક અને શાસકપક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, મંત્રી ધર્મરાજસિંહ જાડેજા, મંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કિશનભાઇ માડમ, આશિષભાઇ જોષી, સરોજબેન વિરાણીવોર્ડ નંબર-6ના જશુબા ઝાલા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર તરૂણાબેન પરમાર, હર્ષાબેન વીરસોડીયા વોર્ડ નંબર 16ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, જેન્તિભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણ તથા વેક્સિન લેનાર નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular