Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામ્યુકોના વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નંબર 6માં વિકાસ કાર્યો...

જામ્યુકોના વોટર વર્કસ વિભાગ દ્વારા વોર્ડ નંબર 6માં વિકાસ કાર્યો હાથ ધરાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત તાજેતરમાં વોર્ડ નંબર 6 માં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાણીની નવી પાઇપલાઇન ફીટીંગનું કામ પ્રગતિ હેઠળ છે. આ કામગીરીનું વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 યોગેશ્વર ધામ સોસાયટીમાં શેરી નંબર 1 થી 16 સુધી પાણી વિતરણ પાઇપલાઇનની કામગીરી કાર્યરત છે આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય અને પાઇપલાઇનનું પ્રોપર લેવલ તથા પૂરતી ઊંડાઈ જળવાઈ રહે તે માટે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણી દ્વારા આ કામગીરીની સાઈટ વિઝીટ કરવામાં આવી હતી આ વિઝિટ દરમિયાન ડેપ્યુટી ઇજનેર નરેશભાઈ પટેલને પાઇપલાઇન ના ફીટીંગ અંગેની જરૂરી સુચના આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular