14 એપ્રીલ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નં. 06ના કોર્પોરેટર સહિતના અગ્રણીઓએ મહાકાળી સર્કલથી ઈન્દીરાકોલોની સુધી પદપાત્રા કરીને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ અર્પણ કરીને સમગ્ર અનુસૂચિત જાતિને શુભેચ્છા પાઠવી હતી.
જેમાં વોર્ડ 06ના કોર્પોરેટર જશુબા ઝાલા, પ્રમુખ દિપકશીગ રાજપુત, દલસુખ ગોહિલ, વિપુલ ધવલ, દેવસીભાઈ ગોહિલ, રતનબેન ગોહિલ, રાહુલ ચૌહાણ, રાહુલ ચાવડા, જેઠાભાઈ શેખવા, અનિરુદ્ધસિંહ ઝાલા સહિત કાર્યકરો જોડાયા હતા.