જામનગર બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઇ હતી. સવારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. સાંજ સુધી મતદાન પ્રક્રિયા ચાલ્યા બાદ મોડીસાંજે મત ગણતરી હાથ ધરી પરિણામ જાહેર કરવામાં આવશે.
જામનગર બાર એસો.ના પ્રમુખ સહિતના હોદ્ેદારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જામનગરના વકીલ મંડળ હોલ ખાતે આજે મતદાન પ્રક્રિયાનો સવારે પ્રારંભ થયો હતો. જે સાંજે મતદાન પ્રક્રિયા યોજાશે. ત્યારબાદ મત ગણતરી હાથ ધરવામાં આવશે અને મોડીસાંજે પરિણામ જાહેર થશે. વકીલ મંડળની ચૂંટણીમાં 1219 જેટલા મતદારો મતદાન કરશે. ઉપપ્રમુખ, સેક્રેટરી તથા કારોબારીની 6 સીટો બિનહરીફ જાહેર થયા બાદ અન્ય હોદ્ાઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જામનગર બાર એસોસિએશનના પ્રમુખપદ માટે ભરતભાઇ સુવા, અનિલભાઇ મહેતા અને નયનભાઇ મણિયાર વચ્ચે ચૂંટણી જંગ છે.
આજે સવારે મતદાન પ્રક્રિયા શરુ થતાં હાલના પ્રમુખ ભરતભાઇ સુવા સહિતના વકીલો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.