Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહિમાચલ પ્રદેશની 68 બેઠક માટે મતદાન

હિમાચલ પ્રદેશની 68 બેઠક માટે મતદાન

તમામ 68 બેઠકો માટે પ્રથમ ત્રણ કલાકમાં ઉત્સાહપૂર્વકનું મતદાન : ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન : ભાજપાએ પુનરાવર્તન તો કોંગ્રેસે પરિવર્તનનો કર્યો દાવો: આમ આદમી પાર્ટી પણ છે મેદાનમાં : દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર

- Advertisement -

હિમાચલ પ્રદેશની તમામ 68 બેઠકો પર આજે નિર્ણાયક મતદાન યોજાઇ રહ્યું છે. પ્રથમ બે કલાકમાં અહીં 18 ટકા જેવું ઉત્સાહપૂર્વકનું મતદાન નોંધાયું છે. મોટી સંખ્યામાં લોકો મતદાન માટે કતાર લગાવી રહયા છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આજે સવારે મતદાન કર્યુ હતું. ભાજપ સત્તાના પુનરાવર્તનનો દાવો કરી રહયું છે. તો કોંગ્રેસે પરંપરા અનુસાર પરિવર્તનનો દાવો કર્યો છે.

- Advertisement -

ઉતરભારતના ભાજપ શાસીત રાજય હિમાચલપ્રદેશ વિધાનસભાની 68 બેઠકોની પ્રતિષ્ઠાજનક ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ થયુ હતુ. સવારથી જ અનેક સ્થળોએ મતદારની લાઈનો લાગી હતી અને ટોચના રાજકીય નેતાઓએ પણ મતદાન કર્યુ હતું. ચૂંટણી શાંતિપૂર્ણ રહે તે માટે રાજયભરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

હિમાચલપ્રદેશની 68 બેઠકો માટે કુલ 412 ઉમેદવારો મેદાનમાં છે અને 55.92 લાખ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. રાજયમાં એક જ તબકકામાં ચૂંટણી યોજાવાની છે અને તેનું પરિણામ 8મી ડિસેમ્બરે ગુજરાતની સાથે જ જાહેર થશે. રાજયમાં 68 બેઠકો માટે 7881 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. હિમાચલપ્રદેશમાં આ વખતે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે. ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાને રહી હતી. ત્રણેય પક્ષોએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. હાલ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપ્ની સરકાર છે.

- Advertisement -

રાજયમાં તમામ 68 બેઠકો પર આજે સવારે આઠ વાગ્યાથી મતદાન શરૂ થયુ હતું અને અનેક ભાગો-મતદાનમથકોમાં સવારથી લાઈનો જોવા મળી હતી. પ્રાથમીક રિપોર્ટ પ્રમાણે પ્રારંભીક એક જ કલાકમાં આઠ ટકા મતદાન થઈ ગયું હતું. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સવારમાં જ પરિવાર સાથે સિરાજ વિધાનસભા મતક્ષેત્રમાં મતદાન કર્યુ હતું અને મહતમ મતદાન કરવા લોકોને આહવાન કર્યુ હતું. રાજયના વિપક્ષી નેતા મુકેશ અગ્નિહોત્રીએ પણ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આજે મતદાન પુર્વે મુખ્યમંત્રી જયરામ ઠાકુર પુજા-અર્ચન કરવા મંદિર પર પહોંચ્યા હતા.

હિમાચલપ્રદેશમાં સતા જાળવવા માટે ભાજપ દ્વારા તમામ તાકાત કામે લગાડવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમીત શાહ, પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે પણ પ્રિયંકા સહિતના નેતાઓને પ્રચાર મેદાનમાં ઉતારીને તમામ તાકાત લગાવી હતી. રાજયમાં અનેક નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે.
રાજયમાં વિધાનસભા ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ચૂંટણીપંચ દ્વારા તમામ-વ્યાપક પગલાઓ લેવામાં આવ્યા જ હતા. અર્ધલશ્કરીદળો સહિતની સુરક્ષા એજન્સીઆને તૈનાત રાખવામાં આવી હતી. સામાન્ય નાનીમોટી ફરિયાદો સિવાય મતદાન શાંતિપૂર્ણ જ બની રહ્યું હતું. સવારથી જ મતદારોના ઉત્સાહને ધ્યાને લેતાં મતદાનની ટકાવારી સારી રહેવાનો આશાવાદ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular