દેશના ઉતર પુર્વના ત્રણ રાજયમાં ત્રિપુરા-મેઘાલય અને નાગાલેન્ડમાં 2023 ની પ્રથમ ચૂંટણીનાં શ્રી ગણેશમાં ત્રિપુરામાં મતદાન સંપન્ન થયા બાદ આજે હવે નાગાલેન્ડ તથા મેઘાલયમાં પ્રોત્સાહક કલાકોમાં જ ભારે મતદાનના અહેવાલો છે. આ બન્ને રાજયમાં સ્થાનિક મોરચાઓનો જંગ છે અને ભાજપ તેમાં સ્થાનિક પક્ષો સાથે જોડાણ કરીને સતા માટે આતુર છે અને તેની બહુપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. મેઘાલય અને નાગાલેન્ડમાં 59-59 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યુ છે. નાગાલેન્ડમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે આખરી ઘડીએ ફોર્મ પાછુ ખેંચતા ભાજપને આ બેઠક બિનહરીફ મળી હતી તો મેઘાલયમાં એક ઉમેદવારના મૃત્યુના કારણે તે બેઠકની ચૂંટણી હાલ મુલત્વી રહી છે.
મેઘાલયમાં ભાજપ-કોંગ્રેસ કે સંગમાની એનપીસી તથા તૃણમુલ કોંગ્રેસ પણ મેદાનમાં છે અને 13 પક્ષો જોડાશે અને સ્વતંત્ર રીતે ચુંટણી લડે છે.
નાગાલેન્ડમાં પણ ભાજપ તેના સાથીપક્ષો નેશનાલીસ્ટ ડેમોક્રેટીક પોગ્રેસીવ રહી છે તો નાગાલેન્ડ પીપલ્સ ફંડ અને કોંગ્રેસનુ જોડાણ છે અહી ખ્રિસ્તી મતોની બહુમતી છે. ચર્ચ દ્વારા સાંપ્રદાયિક પક્ષોને મત નહી આપવા અપીલ કરતાં જંગ રસપ્રદ બન્યો છે. આજે તામીલનાડુમાં ઈરોડ, પ.બંગાળમાં તૃણમુલ ધારાસભા બેઠકની પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે.