ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01/01/2022ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિક મતદાર યાદીમાં પોતાનું નામ ઓનલાઇન www.nvsp.in, www.voterportal.eci.in, Voter Helpline App(android/iOS) મારફતે નોંધાવી શકશે અથવા સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નિયત નમુનાનું ફોર્મ નંબર-6 ભરીને રજૂ કરી શકશે.
લાયકાત ધરાવનાર મતદારો મતદાનના અધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા બાકી રહી ગયેલ લાયકાત ધરાવતા નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી જામનગર જિલ્લા ખાતે તા.14/11/2021 (રવિવાર), તા.21/11/2021(રવિવાર), તા.27/11/2021(શનિવાર) અને તા.28/11/2021(રવિવાર)ના રોજ સવારે 10:00 થી 5:00 કલાકે રાજ્યનાં તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે. જ્યાં મતદારયાદીની વિગતો ચકાસી શકાશે તેમજ મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે.
આ ઉપરાંત મતદાર યાદીમાં રહેલ મતદારો પૈકી લાગુ કિસ્સામાં નામ કમી કરવા, ફોટો કે વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે ફોર્મ ભરીને રજૂ કરી શકાશે. નિયત નમૂનામાં કોરા ફોર્મસ મતદાન મથક ખાતે ઉપસ્થિત બુથ લેવલ ઓફિસર પાસે ઉપલબ્ધ રહેશે જેની જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, જામનગર દ્વારા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
જામનગર જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ
જામનગર જિલ્લામાં 14, 21,27 અને 28 નવેમ્બરના રોજ મતદાર નોંધણી કામગીરી કરવામાં આવશે