Monday, January 12, 2026
Homeરાજ્યભાટિયામાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

ભાટિયામાં આજથી 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં આજથી તા.30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું છે. આવશ્યક ચીજવસ્તુઓ મળી રહેશે. આ સિવાયના તમામ વેપારીઓ લોકડાઉનમાં જોડાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક માસથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આ મહામારીને અટકાવવા માટે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આજથી તા.30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન પાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે તબીબી સેવા, દૂધ-શાકભાજી, ફળફ્રુટ વગેરે મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular