Tuesday, December 24, 2024
Homeરાજ્યભાટીયામાં સ્વૈચ્છિક લોકડાઉન વધુ 10 દિવસ લંબાવાયુ

ભાટીયામાં સ્વૈચ્છિક લોકડાઉન વધુ 10 દિવસ લંબાવાયુ

1 તારીખે પૂરૂ થતુ હતુ : હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય

- Advertisement -

ભાટીયામાં ગ્રામ પંચાયતના સરપંચના અધ્યક્ષ સ્થાને ગામના વેપારી એસોશિએશન ના અગ્રણીઓ તેમજ ગામ આગેવાનો દ્વારા કોરોના સંક્રમણને રોકવા બાબતે મિટીંગનું આયોજન કર્યું હતું. અગાઉ 9 થી 19 દરમ્યાન બપોર 2 વાગ્યા બાદ ભાટીયા માં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ ફરી 9 દિવસનું સ્વૈચ્છીક સંપુર્ણ લોકડાઉન કરવાનું નકકી કરવામાં આવેલ હતું. હાલ ની પરિસ્થિતી જોતા હજી લોકડાઉન લંબાવાની જરૂરીયાત હોય જેથી આજ રોજ સર્વાનુમતે 10 દિવસનું લોકડાઉન લંબાવા સહમતી દર્શાવેલ તો હવેથી નીચે મુજબની ગાઈડલાઈન મુજબ જીવન જરૂરિયાત તેમજ લોકો નવા હાલાકી ન પડે તે ધ્યાને રાખી અમુક છૂટછાટ સાથે ધંધા ખુલા રાખવાના સમયની ગાઈડલાઈન આપવામાં આવી છે જેમાં તા. 1 થી 10 મે એમ 10 દિવસ સુધી ભાટીયા ગામ સંપુર્ણ બંધ રહેશે અને આવશ્યક ચીજ-વસ્તુઓ તથા તબીબી સેવાઓ ચાલુ રહેશે.

- Advertisement -

આ લોકડાઉનમાં 01 થી10 મે સુધી અનાજ કરીયાણું, શાકભાજી, ફ્રુટના વેપારીઓ સવારે 07 થી બપોરના 12 વાગ્યા સુધી તેમની દુકાનો ખુલ્લી રાખી શકશે જ્યારે દુધ ડેરી – સવારે 6 થી બપોરના 12 તેમજ સાંજે 5 થી રાત્રે 8 સુધી ખુલ્લી રહેશે. તેમજ કુરિયર સર્વિસ સવારે 9 થી 12 તેમજ સાંજે 4 થી 6 દરમ્યાન ખુલા રહશે. ભાટીયા ગામ તેમજ હાઈવે ની હદમાં આવતી તમામ દુકાનો આ નિયમો લાગુ પડશે. જમવા માટે હોટલો દ્વારા ફકત પાર્સલ સુવિધા ચાલુ રાખી શકાશે. બહાર ગામથી આવતા તમામ ફેરી કરતા ધંધાર્થી જેવા કે શાકભાજી, ગુજરી બજાર વાળા તમામે ભાટીયા ગામમાં સંપુર્ણ લોકડાઉન દરમિયાન આવવાની સખ્ત મનાઈ રહશે તેવો નિર્ણય સર્વાનુમતે કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular