ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધારાને ધ્યાને લઇ સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે.દ્વારકા જિલ્લામાં ભાટીયા ગામે ભાટીયા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. જે અંતર્ગત તા.20 અને 21 એપ્રિલ બે દિવસ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી તમામ દૂકાનો ખૂલી રહેશે જયારે તા.22 થી 30 એપ્રિલ 09 દિવસ સુધી 24 કલાક ભાટીયા ગામ સંપૂર્ણ બંધ રહેશે. આ નિયમ ડોકટર તેમજ મેડિકલને લાગુ પડશે નહીં. આ ઉપરાંત સવારે 07 થી બપોરે 12 વાગ્યા સુધી શાકભાજી તથા ફ્રૂટ માટે ખૂલ્લું રહેશે. દૂધની ડેરી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી તેમજ સાંજે 05 થી રાત્રે 08 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ભાટીયા ગામ તેમજ હાઇવેની હદમાં આવતી તમામ દૂકાનો ને આ નિયમ લાગૂ પડશે.જમવા માટે હોટલો દ્વારા ફકત પાર્સલ સુવિધા ચાલુ રાખી શકાશે. બહાર ગામથી આવતાં તમામ ફેરી કરતાં ધધાર્થી જેવાકે, શાકભાજીવાળા, ગુજરીબજાર વાળા તમામને ભાટીયા ગામમાં સંપૂર્ણ લોકડાઉન દરમ્યાન આવવાની સખ્ત મનાઇ છે.