જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોનાની ચેઇનને તોડવાના ભાગરૂપે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ સહિતની અને વેપારી સંસ્થાઓ દ્વારા ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું. તા. 16 થી 18એપ્રિલ સુધીના ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધ બાદ આજથી વેપાર ધંધા પુન:શરૂ થયા હતાં. ત્રણ દિવસના સ્વૈચ્છિક બંધમાં ઉદ્યોગનગર, ગ્રેઇન માર્કેટ, બર્ધનચોક સહિતના અનેક વિસ્તારોમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. તો બીજી તરફ કેટલાંક વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ત્રણ દિવસનું સ્વૈચ્છિક બંધ અને ત્યારબાદ આજથી દુકાનો ફરીથી ધમધમવા લાગી હતી. તંત્ર દ્વારા પાન-ઠંડા પીણાની દૂકાનો પણ બંધ કરવામાં આવી હતી. જે પણ આજથી ફરીથી શરૂ થઇ હતી.