Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઅઢી મહીનાના વિવાનને ઈલાજ માટે 16 કરોડની જરૂર, જામનગરમાંથી પણ મદદ મળી

અઢી મહીનાના વિવાનને ઈલાજ માટે 16 કરોડની જરૂર, જામનગરમાંથી પણ મદદ મળી

- Advertisement -

ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામમાં રહેતા અને કચ્છમાં એક પ્રાઇવેટ કંપનીમાં ઓછા પગારથી નોકરી કરતા વાઢેર અશોકભાઈનો પુત્ર વિવાન SMA-1 નામની બીમારીથી પિડાઈ રહ્યો છે જેની ઉંમર માત્ર અઢી મહિના છે. તેના ઈલાજ માટે 16 કરોડના ઈન્જેકશનની જરૂર હોવાથી પરિવાર દ્રારા બાળકનો જીવ બચાવી લેવા માટે દેશભરના લોકોને સહાય કરવા વિનંતી કરવામાં આવી છે. ત્યારે આજે રોજ જામનગર માંથી પણ તેના માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે.

- Advertisement -

વિવાનનો ઈલાજ પણ ધૈર્યરાજની જેમ જ કરવાનો થતો હોઈ તો તેમના માટે પણ તેના પિતાએ fripat Guru foundation નો સંપર્ક કર્યો અને તેઓ પણ તેમને મદદ કરવા માટે તૈયાર થયા છે.ત્યારે ભારતના તમામ રાજ્યના લોકોને વિવાનના પિતા દ્રારા 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ કરવા વિનંતી કરવામાં આવી છે. સોમનાથ ખાતે મુખ્યમંત્રીએ પણ આ બાળક માટે CM ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવાની વાત કરી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ધર્મરાજસિંહને જે SMA સ્પાઈન મસ્ક્યુલર એરોકી નામની બીમારી હતી અને ભારતભરમાંથી સોશિયલ મિડિયા, ઇલેકટ્રોનિક મીડીયા વગેરેના માધ્યમ દ્વારા 16કરોડના ઈન્જેકશનની મદદ માટે દેશભર માંથી રકમ એકત્રિત કરીને સારવાર કરવામાં આવી હતી. અને હાલ બિયત સુધારા ૫૨ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular