આજરોજ જામનગર શહેરમાં વિશ્વકર્મા જયંતિની વિવિધ જ્ઞાતિઓ દ્વારા ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક આવેલ ગુર્જર સુથાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતિ ઉત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત મંગળા આરતી, હવન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. આ તકે જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા દ્રષ્ટિ દિલીપ મામા ટ્રસ્ટી અશોકભાઈ આમરણીયા કાર્યવાહક પ્રમુખ ભરતભાઈ વડગામા ઉપપ્રમુખ નિલેશભાઈ ખારેચા મંત્રી ડોક્ટર હેમાંશુભાઈ આમરણીયા મહિલા પ્રમુખ દેવીકાબેન બકરાણીયા યુવક મંડળ પ્રમુખ વિમલ ગોરેચા તેમજ આ ઉત્સવ ના અધ્યક્ષ પ્રવીણભાઈ ભાલારા ના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમો યોજાયા હતાં.
View this post on Instagram


