વિશ્વ હિન્દુ પરિષદ જામનગર મહાનગર દ્વારા શરૂ થઈ રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધર્મસ્થાળો અને તેની આસપાસના વિસ્તારોમાં માસ મટનની રેકડી, દુકાનો બંધ કરાવી આ ઉપરાંત કતલખાનાઓ ઉપર પણ આ સમય દરમિયાન પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલી બનાવવાની માગણી સાથે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, મેયર બીનાબેન કોઠારી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા, મંત્રી હેમતસિંહ જાડેજા, સહમંત્રી સુરેશભાઈ ગોંડલીયા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. પવિત્ર અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન હિન્દુ ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવા પણ ખાસ માગણી કરવામાં આવી છે.