અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ ચાલી રહી છે. ત્રીજી ટેસ્ટના પહેલા દિવસના અંત સુધીમાં, ભારતે ઇંગ્લેંડ પર વર્ચસ્વ જમાવ્યું છે. ગઈકાલના રોજ મેચ ચાલુ હતી. તે દરમિયાન અચાનક મેદાનની અંદર વિરાટ કોહલીનો એક ફેન દોડી ગયો હતો. જે જોઈને વિરાટ કોહલીએ તેને ઈશારાથી જતા રહેવા માટે જણાવ્યું હતું.
ભારતીય ટીમ દિવસના છેલ્લા સત્રમાં ઇંગ્લેન્ડ સામે બેટિંગ કરી રહી હતી. ટીમના બે અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર હતા, ત્યારે એક પ્રેક્ષક મેદાનમાં પ્રવેશ્યો અને વિરાટ તરફ દોડવા લાગ્યો. તે ચાહકને પીચ તરફ દોડતો જોઈ વિરાટ ઝડપથી તેણાથી દૂર જતો રહ્યો. કોહલીની આ પ્રતિક્રિયા જોઈને તે ચાહકે ફરીથી સ્ટેન્ડ પર જવાનું નક્કી કર્યું.અને બાદમાં વિરાટે તેના ફેન્સને તેનાથી દુર જવાનું કહ્યું હતું.
અમદાવાદના મોટેરા ખાતે આવેલ વિશ્વના સૌથી મોટા સ્ટેડીયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બુધવારે વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે કર્યું. જે દરમિયાન અમિત શાહે કહ્યું કે, અમદાવાદને હવે સ્પોર્ટ્સ સિટીનાં નામથી ઓળખવામાં આવશે