સોશિયલ મીડિયા પર એક કયુટ બેબી એલિફન્ટના વીડિયો એ ધુમ મચાવી છે. નેપાળના ચિતવન નેશનલ પાર્કની આસપાસનો આ વીડિયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં બેબી એલિફન્ટની કયુટ હરકતો લોકોના દીલ જીતી રહી છે.
Baby elephant asking for watermelon pic.twitter.com/n9VLDQJLAL
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 7, 2025
સોશિયલ મીડિયાના એકસ પ્લેટફોર્મ પર ‘નેચર ઈઝ અમેઝિંગ’ એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કરાયો છે જેને અત્યાર સુધીમાં 3 કરોડ થી વધુ લોકોએ જોઇ લીધો છે. જેમાં એક હાથીનું બચ્ચુ એક મહિલા પાસેથી તરબુચના ટુકડા માંગતુ જોવા મળે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મોટા હાથી અને એક બેબી એલિફન્ટ રસ્તા પર ચાલી રહ્યા છે. જેમ જેમ તેઓ આગળ વધે છે તેમ બાળ હાથીને રસ્તા પર એક મહિલા હાથમાં તરબુચના ટુકડાઓ ભરેલી પ્લેટ લઇને ઉભેલી જોવા મળે છે અને તરત તેણીને જોતા જ બેબી એલિફન્ટ તરત જ તે મહિલા પાસે જઇને ઉભો રહી જાય છે અને તરબુચ નિહાળવા લાગે છે તેની આ કયુટનેસ જોઇને તરત જ મહિલા તે તરબુચના કટકા હાથીના બચ્ચાને ખવડાવે છે અને બાળ હાથી ખુશીથી તે ચાવવા લાગે છે તેવામાં મોટો હાથી પણ ત્યાં આવે છે અને બન્ને સાથે તરબુચનો આનંદ માણે છે.


