જોડિયા ગામના હેમલપરી મગનપરી ગોસ્વામી દ્વારા જોડિયા ગામના પ્રાણ પ્રતિષ્ઠા જેવા ખાસ સવાલો ઉભા થયા છે. તેને વાચા આપવા માટે ન્યૂઝ પેપર ના માધ્યમથી જોડિયા ગામ ના તમામ નાગરિકો માટે આગળ આવી ને ગામના હીત માટે રજુઆત કરે છે. જેમાં જોડિયા ગામે છેલ્લા 6 મહિના થી ગ્રામ પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટ બંધ છે. અને ગામ આખા માં ગંદકી ગંદકી જ છે. સફાઈ ના અભાવે ગ્રામજનોમાં ઘરે ઘરે બીમારી ના ખાટલા જોવા મળે છે.અને ગામની ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર આવી ગયા છે. તે ખરાબ પાણીમાંથી ચાલીને જવું પડે છે. અને હાલમાં દેશભરમાં કોરોનાની ભયંકર બીમારી ચાલી રહી છે. ત્યારે સામાન્ય માણસ પાસે જીવન નિર્વાણ માટે કયા ને કયા થી પેટનો ખાડો પુરવા માટે મહેનત કરવી પડે ત્યારે મહેનત પણ બંધ હાલતમાં છે. ત્યારે જોડિયા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો પાસેથી તમામ પ્રકારના વેરાની આકરી વસુલાત ઘરે ઘરે જઈને ઉઘરાવવા માં આવે છે અને થોડાક દિવસો બાદ ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. તહેવારોને ધ્યાનમાં રાખીને પચાયત દ્વારા એવું પણ કહેવામાં આવે છે. કે વેરો નહીં. ભરવામાં આવે તો કોઈપણ પ્રકારના દાખલાઓ કાઢી આપવામાં નહીં. આવે તો બીકને મારે જ્યાં ત્યાં ઉછી ઉધારા કરીને પણ અમુક લોકો શરમને મારે વેરાઓ ભરી રહ્યા છે.